ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/કૃતિ-પરિચય

કૃતિ-પરિચય

ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં એમ.ફિલ., પીએચ.ડી.ની પદવી માટે સંશોધન વિષય પસંદ કરતી વખતે વિષયોનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેવી અનિવાર્ય છે. યુ.જી.સી.ના નિયમાનુસાર હવે સંશોધકે આર.ડી.સી. સમિતિ સમક્ષ રિસર્ચ ડિઝાઈન રજૂ કરવાની તથા તે મંજૂર કરાવવાની અનિવાર્યતાઓ પણ ઊભી થઈ છે. આ સંજોગોમાં સંશોધન વિષય નક્કી કરતાં પહેલાં પૂર્વે થયેલાં સંશોધનોની માહિતી મેળવીને સંશોધનનાં ક્ષેત્રો કયા છે, કયા વિષયો ઉપર અગાઉ સંશોધન થઈ ગયું છે એને વિશે જાણવું જરૂરી બન્યું છે. જો કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે તેની હાથવગી માહિતી હોતી નથી. આ સ્થિતિમાં ‘ગૂજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ’ ઘણી ઉપયોગી બની રહેશે.