ગુલામહુસેન મોહમ્મદ કાઝિમ

કાઝિમ ગુલામહુસેન મોહમ્મદ, ‘સગીર’ (૨૫-૬-૧૯૦૧, –) : ગઝલકાર, નાટ્યલેખક. જન્મસ્થળ મુંદ્રા (કચ્છ). સાંપ્રત પરિસ્થિતિનું તાત્ત્વિક નિદર્શન કરતા એમના ગઝલસંગ્રહ ‘સગીરની ગઝલો’(૧૯૫૧)માં ભાષાનું જોમ અને હૃદયસ્પર્શિતા નોંધપાત્ર છે. ‘સાચો સેવક’ અને ‘વીર કરાયલ’ એમનાં ઐતિહાસિક નાટકો છે. ‘નવરોઝ’ એમનું ઇસ્લામ ધર્મવિષયક પુસ્તક છે.