ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જાફરઅલી મિસ્ત્રી ('અસીર')

જાફરઅલી મિસ્ત્રી (અસીર)

સ્વ. જાફરઅલી મિસ્ત્રીનો જન્મ તા.૧૧-૧-૧૯૦૫ના રોજ થએલો. તેમના પિતાનું નામ ગુલામહુસેન. તે ઈશ્નાઅસરી ખોજા કોમના ગૃહસ્થ હતા. સાહિત્યના અપાર શોખને લીધે તેમણે શાળાનો અભ્યાસ છોડી દીધેલો. ઇ.સ.૧૯૨૦માં સોળ વર્ષની વયે તેમણે પોતાની કોમ માટે “ચૌદમી સદી” માસિક શરુ કરેલું અને સને ૧૯૨૧માં “મદ્દાહ સીરીઝ” નામની ગ્રંથમાળા શરુ કરેલી જેમાં ત્રણ પુસ્તકો આપેલાં. ૧૯૨૭માં તેમણે “મુસ્લીમ લિટરેચર” ગ્રંથમાળા શરુ કરી હતી. તેમનો ધાર્મિક અભ્યાસ સારો હતો. તા.૫-૨-૧૯૨૯ને દિવસે મુંબઈમાં તેમનાં ૨૪ વર્ષની નાની વયે અવસાન થયું હતું. તેમના સ્મરણાર્થે મુંબઈમાં તેમનાં અપ્રકટ પુસ્તકો પ્રસિદ્ધ કરવા માટે 'અસીર સાહિત્ય કાર્યાલય'ની સ્થાપના થઈ છે. તેમનાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે:– (૧) ફુરકાનની ફિલોસોફી, (૨) જગતનો માર્ગદર્શક, (૩) ઉમવી દરબારના ભેદભરમો, (૪) હરમ અથવા પરદો, (૧૯૨૭), (૫) તવહીદની ફિલોસોફી, (૧) જિહાદ, (૭) હઝરત મોહમ્મદ, (૧૯૨૭), (૮) પ્રેમનું પરિણામ.

***