ચૂંદડી ભાગ 1/19.લીલી–પીળી પાંખનો ભમરલો રે (માંડવા સમયે)


19.

માત્ર માનવી સાથે જ નહીં, પશુ, પક્ષી અને જીવજંતુમાંથી જે રૂપાળાં, રસાળાં અને ચતુર પ્રાણીઓ જડે, તેની સાથે પણ સંદેશો મોકલવાની સ્ફુરણાઓ થાય છે. ગુંજારવ કરતો રંગબેરંગી અને ફૂલોનો ભોગી ભમરો — તેને જ જાણે કે માતાએ રાતા ચૂડાવાળી સુહાગણ પુત્રી પર દૂત કરી મોકલ્યો :

લીલી પીળી પાંખનો ભમરલો રે
ભમિયો દેશ પરદેશ [2]

જાજે ભમરા નોતરે રે!
પૅ’લું તે નોતરું…ગામ રે
જમાઈ…ભાઈને ઘેર [2]

રાતે ચૂડે બેનીબા રે!
બેની મોરી વરધ વધાવ [2]
મૈયર પગરણ આદર્યાં રે!
હું કેમ આવું એકલી રે
મારે ઈશવર ભરથાર [2]

ઈશવર ચાડણ ઘોડલાં રે!
બાને માફાળી વેલ્ય [2]

માફા આવે મલપતા રે!
નેજા ડળકતા મેલ્ય [2]
ચંપાવરણી રજે ભરાય રે