ચૂંદડી ભાગ 1/30.મારે તે આંગણે આંબલો (પ્રભાતિયું)


30

પક્ષીએ પણ પોતાના મીઠા કિલકિલાટ વડે પોઢી ગયેલાંઓને જગાડવા આવે છે. લીલૂડા વનના પોપટજીએ ઘરઆંગણની આંબાડાળે બેસીને ‘જાગો! જાગો!’ના ટૌકા ગજાવ્યા. પરણતી બહેનના ચારે વીર જુદે જુદે સ્થળે સૂતા હતા, તેને એક પછી એક મધુર રીતે ઉઠાડ્યા અને પછી વિવાહ પર આવેલા બીજા જમાઈઓને કાગા રાણાના કર્કશ સંગીત વડે ઉઠાડ્યાનો પરિહાસ થયો :

મારે તે આંગણે આંબલો
આંબલિયાનાં બોળેરાં પાન — કે લીલુડા વનનો પોપટો
તિયાં બેસી પોપટ રાણો વાસિયા,2
જગાડ્યા ચારે ય વીર — કે લીલુડા વનનો પોપટો
મેડિયું માયલા મોટાભાઈ જાગિયા,3
વહુ રે વહુ મોટી વહુના કંથ — કે લીલુડા વનનો પોપટો

ચારેએ તે જાગીને શું કર્યું?
રાખ્યો મારા માંડવડાનો રાગ — કે લીલુડા વનનો પોપટો
મારે તે આંગણ લીંબડો,
લીંબડિયાના પાંખેરાં4 પાન — કે લીલુડા વનનો કાગડો
તિયાં બેસી કાગો રાણો વાસિયા
જગાડ્યા ચારે જમાઈ — કે લીલુડા વનનો કાગડો