ચૂંદડી ભાગ 1/39.મારી આંખલડી ભીંજાય રે (મામેરું)


39

મામેરાં ભરવાની વેળા થઈ છે. વર અથવા કન્યાની માતા વાટ જોઈ રહી છે કે પોતાના પિયરથી ભાઈ ક્યારે આવશે! જાણે ભાઈ આવશે એવું પ્રેરતી ચેષ્ટાઓ શરીરમાં થાય છે 

મારી આંખલડી ભીંજાય રે મારો નખ નમે રે
મારો ફરકે છે ડાબા પગનો લાંક રે
ઘેરે કોણ સાજનિયાં આવશે રે

મારે કિયા ભાઈ આવ્યા કિયા ભાઈ આવશે રે
હું તો જોઈ રહી છું…ભાઈની વાટ રે
…ભાઈ આવ્યે રંગ રે’શે રે!