ચૂંદડી ભાગ 1/46.કેસરિયા! ચડો વરઘોડે (વરઘોડે ચડતાં)
46
કેસરી વાઘા પહેરીને વર ફુલેકે ચડે છે. એની બહેન એનાં મીઠડાં લે છે. એની ભાગ્યવતી માતા માથે મોડિયો બાંધીને હાથમાં દીવડો લઈ ચાલી આવે છે. મામો મામેરું ભરી આવે છે.
કેસરિયા! ચડો વરઘોડે
ચડો વરઘોડે ને લાલ અંબોડે. — કેસરિયા.
મીઠડાં લઉં તારા માથાની મોળ્યે. — કેસરિયા.
ધન્ય તારો દાદોજી ફુલેકામાં મા’લે. — કેસરિયા.
ધન્ય તારી માતા મોડબંધી આવે. — કેસરિયા.
ધન્ય તારો વીરો સાજનિયાં તેડાવે. — કેસરિયા.
ધન્ય તારો મામો મામેરાં લઈ આવે. — કેસરિયા.