ચૂંદડી ભાગ 1/74.દાદાને આંગણ આંબલો (કન્યા વળાવતાં)


74.

પિતાના આંગણાનો ઘોરગંભીર વડલો તજવાની વેળા આવી પહોંચી. અને પંખિણી જેવી પુત્રી પિતાની ક્ષમા માગવા લાગી :

દાદાને આંગણ આંબલો, આંબલો ઘોર ગંભીર જો,
એક તે પાન મેં ચૂંટિયું, દાદા, ગાળ નૉ દેજો જો,
અમે રે લીલા વનની ચરકલડી, ઊડી જાશું પરદેશ જો.
આજ રે દાદાજીના દેશમાં, કાલે જાશું પરદેશ જો,
દાદાને વા’લા દીકરા, અમને દીધાં પરદેશ જો!