ચૂંદડી ભાગ 2/12.ફૂલ-ભેટ
12
એક વાર જાજે રે માળણ માળવે રે
લાવ્યે ડોલરિયાનાં ફૂલ
તેનો ગૂંથ્યે રે માળણ ગજરો રે
ગજરો કેસરિયાને ભેટ
કેસરિયો રૂડો ને ગજરો શોભતો રે
જોજો કેસરિયાનાં રૂપ!
એક વાર જાજે રે માળણ માળવે રે
લાવ્યે ડોલરિયાનાં ફૂલ!
તેનો ગૂંથ્યે રે માળણ વીંઝણો રે
વીંઝણો વવારૂને ભેટ.
વવારૂ રૂડાં ને વીંઝણો શોભતો રે
જોજો વવારૂનાં રૂપ!