ચૂંદડી ભાગ 2/13.વેલેરા પધારો
13
[કન્યા પોતાના વરને પરણવા તેડાવે છે. વરપક્ષના પ્રત્યેક સગાને સગવડો આપવા તત્પર થાય છે. આંહીં કન્યાની ઉત્સુકતા સૂચવાયેલ છે.]
ઘૂઘરિયાળો ઝાંપલો વરરાજા!
રમતા આવો રે હું વારી જાઉં!
ડોલરિયા! વેલેરા પધારો માણારાજ!
કેસરિયા! ચોંપેથી પધારો માણારાજ!
હું કેમ આવું એકલો
ઘરે દાદોજી રિસાણા રે હું વારી જાઉં!
તમારો દાદાને ચાડણ ઘોડલાં
તમારી માડીને માફા વેલ્યું રે હું વારી જાઉં!
વરરાજા! વેલેરા પધારો માણારાજ!
પાતળિયા! ચોંપેથી પધારો માણારાજ! — ઘુઘરિયાળો.
તમારો દાદાને ચાડણ5 ઘોડલાં
તમારી માડીને માફા વેલ્યું રે હું વારી જાઉં!
વરરાજા! વેલેરા પધારો માણારાજ!
પાતળિયા! ચોંપેથી પધારો માણારાજ! — ઘુઘરિયાળો.