ચૂંદડી ભાગ 2/15.સહુથી મીઠી!


15.

[પીઠી ચોળતી વખતે ગવાય છે. કાઠી કોમ પરત્વે ‘વેપાર’નો નિર્દેશ છે. પૂર્વે કદાચ લોકો પશુનો વેપાર કરતા હશે.]

લીલુડો સરિયો રે
પીળુડી પીઠીનો ભરિયો.

વેપારે ચડિયો રે
વીરો મારો વેપારે ચડિયો.

વેપારે ચડિયો રે
નાની વહુને ઓરડિયે ઊતરિયો.

નાની વહુના દાદા રે
મારા વીરને ઉતારા દેજો!

ઉતારા દેજો રે
દૂધ ને સાકર પાજો!

સાકર મીઠી રે
સાકર પેં શેરડી મીઠી.

શેરડી મીઠી રે
મારા વીરની બોલછા મીઠી.

શેરડી મીઠી રે
મારે વીરે લાડડી દીઠી.