ચૂંદડી ભાગ 2/16.અતુલ


16.

વીર તો પાન સરીખા પાતળા
વીરની લવિંગ સરખી લાંક રે કેસરિયા વીર!
તમારે ને તોલે વીર કોઈ ના’વે.
વીર તો સીમડીએ આવ્યા રે મલપતા
હરખ્યાં હરખ્યાં ગોવાળીડાનાં મન રે કેસરિયા વીર!
તમારે ને તોલે વીર કોઈ ના’વે.