ચૂંદડી ભાગ 2/18.વારી જાઉં


18.

[વરને મોરનું અને કન્યાને ઢેલનું રૂપક આપ્યું છે. મોર-ઢેલનું જોડલું લગ્ન-સાહિત્યમાં વારંવાર આવે છે.]

મોરને કાને મુરકિયું3 વારી જાઉં
ઢેલને નવસરો હાર સાજન! વારી જાઉં.
કયા ભા દાદાનો મોરલો હું વારી જાઉં!
કયા વેવાઈની ઢેલ્ય સાજન! વારી જાઉં.
રાણે વખાણ્યો મોરલો હું વારી જાઉં!
રાણીએ વખાણી ઢેલ્ય સાજન! વારી જાઉં.
મોરલો ને હાલે મલપતો હું વારી જાઉં!
ઢેલડી હાલે ઘૂમાઘૂમ સાજન! વારી જાઉં.
વેવાણ પૉંખે મોરલો હું વારી જાઉં!
… બાઈ પૉંખે જોડ્ય સાજન! વારી જાઉં.