ચૂંદડી ભાગ 2/19.ઊભલા રે’જો


19

[વસંત ઋતુનું સૂચન છે. કાચી કેરીની સુગંધ મીઠી હોય છે.]

આજ રે કાચી કેરીની સોરમ લ્યો રે!
કેસરિયા રાયવર ઊભલા રે’જો!
ઊભલા ને રો’ તો આપડી વાડિયુંમાં રે’જો!
આજ રે બેનીબા અમને દાદાજીની હોંશું
દાદા કિયા ભાઈ આપડી જાનમાં બિરાજે
રાયવર ઊભલા રે’જો. — કેસરિયા.
લવિંગે ને લેર્યા રાયવર!
ફૂલડે ને ફોર્યા રાયવર! ઊભલા રે’જો!