ચૂંદડી ભાગ 2/22.કન્યાનું નિરીક્ષણ


22

આંબલિયા થડ રામેનાં નામ
સીતાએ નાખ્યા ચાકળા
રામેવ! અમેહેં લંકાગઢ દેખાડો
સીતાજીને નરખવા.
નરખ્યાં છે નાકે ને નેણે
રૂપા કેરે આંગળે.
આંબલિયા થડ રામનાં નામ
…વહુ નાખ્યા ચાકળા.
વા’લા અમેહેં2 ગામડિયું દેખાડો
મોંઘી વહુને નરખવા.
નરખ્યાં છે નાકે ને નેણે
રૂપા કેરે આંગળે.