ચૂંદડી ભાગ 2/25.સ્વાગતની સામગ્રી
25
[‘મોર તારી સોનાની પાંખ!’ એ ગીતનો જ ભાવ આંહીં છે.]
મારા વેવાઈહીં ભણજો,2 માણારાજ!
એને કે’જો, માણારાજ!
સીમડીએ શેલડિયું3 વીરને જોશે, માણારાજ!
રા વેવાઈહીં ભણજો, માણારાજ!
એને કે’જો, માણારાજ!
વાડીએ વનફળિયાં વીરને જોશે, માણારાજ!
મારા વેવાઈહીં ભણજો, માણારાજ!
એને કે’જો, માણારાજ!
ઝાંપલીએ જાંગીડાં4 વીરને જોશે, માણારાજ!
મારા વેવાઈહીં ભણજો, માણારાજ!
એને કે’જો, માણારાજ!
તોરણિયે સાસુડી વીરને જોશે, માણારાજ!
મારા વેવાઈહીં ભણજો, માણારાજ!
એને કે’જો, માણારાજ!
અંતરની વાશેલ5 વીરને જોશે, માણારાજ!