ચૂંદડી ભાગ 2/26.પૉંખણાં
26
[સરખાવો : ‘સીતાને તોરણ રામ પધાર્યા’ (‘ચૂંદડી’ ભાગ 1)]
સોનાની સળીએ પૉંખ્યે રે બાઈ!
સોના સરીખો લાડડો છે જો.
રૂપાની સળીએ પૉંખ્યે રે બાઈ!
રૂપા સરીખો લાડડો છે જો.
ધોંસરીએ ને પૉંખ્યે રે બાઈ
ધોંસરું તારે ખેડવા થાશે. — સોનાની.
રવાઈએ ને પૉંખ્યે રે બાઈ!
રવાયો તારે ઘૂમવા થાશે. — સોનાની.
તરાકડીએ ને પૉંખ્યે રે બાઈ!
તરાકડી તારે કાંતવા થાશે. — સોનાની.
સાંબેલે ને પૉંખ્યે રે બાઈ!
સાંબેલું તારે ખાંડવા થાશે. — સોનાની.