ચૂંદડી ભાગ 2/3.ઉપમા


3.ઉપમા

વરરાજે કન્યાના ગામને પાદર તંબૂ તાણ્યા એ વખતનું વર્ણન : પોતે કેવો દીસ્યો? રૂપ તો સૂર્ય સમ : ભાષા તો મહેલના ભ્રમર સમી : ગતિ તો હંસલા ઘોડા જેવી.

આછી રૂડી આંબલિયાની છાંય
બને ને મારુએ2 ડેરા3 તાણિયા જી માણારાજ!

નવશાજી રૂપ સરૂપ4
જાણે રે વ્રજવાસી સૂરજ ઊગિયો રે જી માણારાજ!

બાપાભાનો બોલેવો5 સરૂપ
જાણે રે મોલુંમાં ભમરો ગૃંજિયો જી માણારાજ!

ડોલરિયાનો હાલેવો6 સરૂપ
જાણે રે હંસોજી7 હેમર હાલિયો જી માણારાજ!