ચૂંદડી ભાગ 2/30.હરણ


30.

[કન્યાનાં હરણ કરવામાં આવતાં તેનું આમાં સૂચન છે.]

ઊંચી મેડી ને બાળા ઝમરખ દીવડો
ત્યાં રે કેસરિયાના ઢોલિયા ઢળાવો!

ઢોલિયે બેસીને વા’લો વેણુ વગાડે
વેણુ વગાડે ને દાદાજીને વીનવે.

દાદા …ભા દાદા ઓરેરા આવો,
…ગામડિયાંનો ગઢડો કેમ કરી લેશું!

ધમળા ધોડાવશું રૂપૈયા રેલાવશું,
લાડડી સોતો ગઢી ચડી ચોટ લેશું.