ચૂંદડી ભાગ 2/32.હળવો હળવો હાલ્ય!
32.
દૂધે ભરી તળાવડી, હો રાજ!
મોતીડે બાંધી પાળ
મણિયલ, હળવો હળવો હાલ્ય!
ચીતળ શે’રની બજારમાં હો રાજ!
રૂડી ચૂંદડિયું વેચાય
મણિયલ, હળવો હળવો હાલ્ય!
…ભાઈ તે ચૂંદડી મૂલવે હો રાજ!
ઇ તો મારે વહુને કાજ
મણિયલ હળવો હળવો હાલ્ય!