ચૂંદડી ભાગ 2/33.ક્યારે આવશે?


33

[ચંદ્રજ્યોત્સ્નાએ રંગાયેલી રાત્રિ જાણે અગરચંદન વડે લેપન કરેલી હોય તેવી કલ્પના છે. રાત્રિ માટે જેમ ચંદ્રની રાહ છે, તેમ વહુ માટે વરની રાહ છે, પણ એ તો યુદ્ધે ગયો છે. પ્રભાતે આવશે.]

અગર ચંદણની રાત
ચાંદા પૂનમની રાત
ચાંદલિયો કારે રે ઊગશે!
તારોડિયો કારે ઊગશે!

નાની વહુ! તોરલો શામ
મોંઘી વહુ! તોરલો કંથ
કેસરિયો કારે રે આવશે!
નેજાળો કારે રે આવશે!

ગ્યા છે રજપૂતે સાથ
ગ્યા છે રાઠોડે સાથ
દિવડિયો ઊગ્યે રે આવશે
તારોડિયો ઊગ્યે રે આવશે.