ચૂંદડી ભાગ 2/35.સૂડલો ઝાલિયો


35

નાના ભાઈ કાંઈ ચડ્યા રે શિકાર
વનમાં જઈને રે સૂડલો ઝાલિયો રે માણારાજ!
નાની વહુ કાંઈ ધાન ન ખાય
શિયે ને અપરાધે સૂડલો ઝાલિયો રે માણારાજ!
આપણા બાગમાં એળચડીનાં ઝાડ
લીલી ને એળચીએ ચાંચુ ચોડિયું રે માણારાજ!
— નાના ભાઈ.