ચૂંદડી ભાગ 2/38.નીંદરડી આવે
38
વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે.
વરનો દાદોજી ચાલવા નો દિયે
બાળુડા વરને નીંદરડી આવે.
મેલો મેલો દાદાજી! છેડલો અમારો
અમારે જાવાં છે ફજેતિયાને તોરણ
બાળુડા વરને નીંદરડી આવે.
અમારે જાવાં છે ધુતારિયાને તોરણ
બાળુડા વરને નીંદરડી આવે.
વર તો હાલે ચાલે ને વરને નીંદરડી આવે
વરનાં માતાજી ચાલવા નો દિયે
બાળુડા વરને નીંદરડી આવે.
મેલો મેલો માતાજી! છેડલા અમારા,
મારે જાવાં છે ફજેતિયાને તોરણ
બાળુડા વરને નીંદરડી ના’વે.