ચૂંદડી ભાગ 2/40.દારૂડો ગઢો


40

ગોરાં ઠકરાણાં ઠમકથી બોલે
નહિ દારૂડો પ્રેમને તોલે રે!
દારૂડો ગૂઢો ને નાગરવેલ્ય.
તમે દારૂડાની ચલગત છોડો
પ્રીત પિયાલા ભરી ભરી પિયો રે          — દારૂડો.
અમારે..ભાઈ કાંઈ કેળ્યુંમાંથી કેવડો
અમારે…વહુ લટિયલ કેળ્ય રે — દારૂડો.
તમે એક વાર શિરોહી જાજો,
તમે શિરોહીની સમશેરું લાવો રે — દારૂડો.
તમે એક વાર રણમાં આવો રે
તમે રણ તરંગ લગાડી આવો રે
દારૂડો ગૂઢો ને નાગરવેલ્ય