ચૂંદડી ભાગ 2/42.મારે આંગણિયે


42

[આ ગીત અંત્યજોમાં પણ ગવાય છે. વિવાહ વખતે ઘરના આંગણામાં મંગળ રમણીયતા રેલતી કલ્પાય છે.]

મારે આંગણિયે તુળસીનો ક્યારો.
તુળસીને ક્યારે ઘીના દીવા બળે.
ઘીના દીવા બળે, જોવા દેવ મળે.
જોવા દેવ મળે, રૂડા રામ રમે.
રૂડા રામ રમે, સાચાં મોતી ઝરે.
સાચાં મોતી ઝરે, લીલા મોર ચરે.
લીલા મોર ચરે, ઢેલ્યું ઢૂંગે વળે.
ઢેલ્યું ઢૂંગે વળે, …ભાઈને ગમે.
…ભાઈને ગમે, એનો મોભી પરણે.
એનો મોભી પરણે એને હોંશ ઘણી.
એને હોંશ ઘણી એને ખાંત ઘણી.