ચૂંદડી ભાગ 2/44.માનવીનાં પરણેતર
44.
ઘોડલે ચડીને ગોવિંદજી રે આવ્યા
આવ્યા છે દ્વારકાના વાસી કરસનજી. — પાલખડી વરરાજા!
સુભદ્રાબાઈ પૂછે ઓરેરા પધારો
માનવી ને લોક એમ પરણે કરસનજી. — પાલખડી વરરાજા!
સુખડનો માંડવો ને આંબાનાં તોરણ
માનવી ને લોક એમ પરણે કરસનજી. — પાલખડી વરરાજા!
ત્રાંબાની થાળીને કંકુડે અંજવાળી
દાદોજી દિયે કન્યાદાન કરસનજી. — પાલખડી વરરાજા!