ચૂંદડી ભાગ 2/48.મોતીના દાણા


48

વનરા તે વનમાં તુળસી કુંવારાં;
તુળસીને પાણીડાં પાવ રે નાના ભાઈ રાણા!
મોતીના દાણા!
વેવાઈને માંડવે ઉતારા ઓરડા
જઈને ઉતારા કરો રે નાના ભાઈ રાણા!
મોતીના દાણા!
વેવાઈને માંડવે કન્યા કુંવારી
જઈને હાથેવાળો મેળો રે નાના ભાઈ રાણા!
મોતીના દાણા!