ચૂંદડી ભાગ 2/49.વીર વા’લા
49
[પિતાને, માતાને, ભાઈને, બહેનને વગેરેને વર કેવો વહાલો લાગે છે!]
સવા મણ સોનાનો છે દીવો રે
અધમણ રૂપાનું છે છોડું રે
ભાર કપાસની છે વાટ્યું રે
આછી આછી ઘાણીનાં છે તેલ રે
દીવો મેલ્યો રસિયા માંડવા હેઠ રે
દાદા વીનવજો કિયા ભાઈ રે
તમને કિયા ભાઈ કેવા વા’લા રે
જેવી મારી આંખલડીનાં તેજ રે
અમને..ભાઈ એવા વા’લા રે
માતા વીનવજો કઈ બાઈ રે
તમને કિયા ભાઈ કેવા વા’લા રે
જેવો મારો હાથડિયાનો ચૂડો રે
અમને…ભાઈ એવા વા’લા રે
જેવો મારા હૈયા કેરો હાર રે
એવા…ભાઈ અમને વા’લા રે
જેવી મારી લલાટની ટીલડી રે
એવા…ભાઈ અમને વા’લા રે