ચૂંદડી ભાગ 2/54.મનડાં વાળો


54.

દાદે નો જોયો દેશ માળવો રે
નો જોઈ ઘેલી ગુજરાત રે, બેનીબા!
તમે રે ધોળાં ને રાયવર શામળા રે!
…બેનના વર છે શામળા રે
તે દેખી મનડાં વાળો રે બેનીબા!
તમે રે ધોળાં ને રાયવર શામળા રે!