ચૂંદડી ભાગ 2/56.લાવે રે છોકરડા!
56
[શણગારોની વિનોદભરી માગણી]
તારી ગઢડામાં ગાડી છોડ રે છોકરડા!
લાલ ધતૂરો વાપર્યો.
મારાં બેન માગે તે લાવે રે છોકરડા! — લાલ.
કાંબી કડલાં રે લંગર લાવે રે છોકરડા! — લાલ.
કાવલા ગુજરી ને બેરખાં લાવે રે છોકરડા! — લાલ.
તુલસી ઝરમર ને દોરો લાવે રે છોકરડા! — લાલ.
વાળી વળિયાં કોકરવાં2 લાવે કે છોકરડા! — લાલ.
નહિ તો પોળેથી પાછો વળે રે છોકરડા! — લાલ