ચૂંદડી ભાગ 2/61.માડીજાયો આવશે


61
[મામેરાનું ગીત]

આંગણે આંગણે આંબલિયો રોપાવું હો જેઠાણી!
હમણે માડીજાયો આવશે રે.

હું તો ઊંચી ચડું ને નીચી ઊતરું રે;
જોઉં મારો માડીજાયો વીર રે જેઠાણી!
હમણે માડી જાયો આવશે રે.

ઊંડા ઊંડા રણમાં ઊડે ખેહ રે જેઠાણી!
હમણે માડીજાયો આવશે રે.
ઝબક્યાં ઝબક્યાં ધોરીડાનાં શીંગ રે જેઠાણી!
ઝબક્યાં નાના ભાઈનાં મોળિયાં2 રે!

ઝબક્યાં ઝબક્યાં વેલડિયા3નાં ઈંડાં રે જેઠાણી!
ઝબકી ભાભલડી ચૂંદડી!