ચૂંદડી ભાગ 2/62.સંતોખણ બેનડી


62.

[વરની માતા પોતાના વીરને મામેરું લઈને આવવા કહાવે છે : હે ભાઈ! તારે કીમતી મામેરું કરવું પડશે તેવી દિલચોરી ન રાખજે. મારે ઘેર અઢળક સાયબી છે. તું તારે માત્ર એક લીલું નાળિયેર લઈને આવજે! હું તો સંતોષી બહેન છું.]

વીરા! નીલુડું નાળિયેર લઈ આવ!
હું રે સંતોખણ બેનડી.

4ભાયા! ભલો તે ભેંસોનો લલકાર,
હું રે સંતોખણ બેનડી.

ભાયા! ભલેરી જોટડિયું5 હંકાર,
હું રે સંતોખણ બેનડી.

ભાયા! ભલો છે સાંઢ્યાનો6 લલકાર,
હું રે સંતોખણ બેનડી