ચૂંદડી ભાગ 2/63.આવાંસાં હો રે!


63.

[વરની ઉક્તિ : હે મૃગનયની! હું આવું છું. ઘોડાની સવારી કરતો, ઝૂલતે હાથીડે અને શ્રીફળનાં દાન દેતો આવું છું.]

આવાંસાં મારી મરઘાનેણી!
આવાંસાં હો રે!

રે ઘોડાંરી ઘમસાણે
હાથી ઝલેતાં નાળેરાં દેતાં
આવાંસાં હો રે!

આવાંસાં મારી પિયરપૂરી!
આવાંસાં હો રે!

ચૂડલા સોયે તો સીરમિયા ભેળા લેજો રે!
આવાંસાં મારાં મરઘાનેણી!
આવાંસાં હો રે!

સાળુડા સોયે તો વાણીડા ભેળા લેજો રે. — આવાંસાં.
ઘરણાં સોયે તો સોનીડા ભેળા લેજો રે. — આવાંસાં.