ચૂંદડી ભાગ 2/64.રીતાં લાયો


64

[વરરાજા કન્યાની છાબ માટે શી શી ચીજો લાવ્યો તેનું વર્ણન છે. સૈયરો મેડતિયા (મેડતા ગામના વાસી વર)ને જોવા નીકળી છે.]

ચાલો રે સૈરાં મોજ કેરાં!
મેડતિયો જોવા જાં.

એ…સરદાર લાડલો!
કેડી કેડી રીતાં લાયો?

ચૂડલા રે લાયો રે જો બોત ઘણા
કાંકણિયારો સેન અપાર.

એ…સરદાર લાડલો!
એડી એડી રીતાં લાયો.
એ ઉમરાવ વનરો!

એડી એડી રીતાં લાયો હાં.          — ચાલો.
છાબ ભરીને પંડલાં રે લાયો
સાળુડારો સેન અપાર

એ…સરદાર લાડલો!
એડી એડી રીતાં લાયો.
એ ઉમરાવ વનરો!
એડી એડી રીતાં લાયો હાં.          — ચાલો.