ચૂંદડી ભાગ 2/65.સાચું સગપણ
65
[વર કન્યાને મનાવે છે : હે રાણી! ચાલો, મારે દેશે કેરીઓ પાકી છે. કન્યા કહે છે કે મારાં માબાપ વિના મને શે ગમશે? વર સમજાવે છે કે સાચો સંબંધ તો માત્ર સ્ત્રી-પુરુષનો જ છે, બીજું બધું સગપણ મિથ્યા છે.]
ઝાલી રે રાણી! હાલો રે આપણે દેશ!
કે આંબા રે પાકા, રસ ઢળે.
સોઢા રે રાણા! મેં કેમ આવું થારે દેશ!
કે બાવાજી2 વોણું3 રિયો નહિ ચાલે.
સોઢા રે રાણા! મેં કેમ આવું થારે દેશ!
કે માતા અમારા મન સમાં.
બાવોજી રે થારા આળ જંજાળ,
કે સાચો રે સગપણ દોય જણાં. — ઝાલી.
બીજો રે સગપણ આળ જંજાળ,
કે સાચો રે સગપણ દોય જણાં — ઝાલી.
[અન્ય સગાંનાં નામ લઈ એ-નું એ જ ગવાય છે.]