ચૂંદડી ભાગ 2/67.મારો દેશ
67
[હે લાડી! તારે પગલે હું વાવ, કૂવા ગળાવું, તું મારે દેશ ચાલ!]
પગે પગે વાવલડી ખોદાવું હો લાખેણી લાડી!
પગે પગે વાવલડી ખોદાવું હો રૂપાળી લાડી!
લઈ ચાલું મારે દેશ.
દેશલડો ડરિયામણો લાગે હો રૂપાળા લાડા!
દેશલડો ડરિયામણો લાગે હો રૂપાળા લાડા!
નહિ ચાલું થારે દેશ!
બાવાજીરી અવળુ આવે હો લાખેણા લાડા!
નહિ ચાલું થારે દેશ.
અવળુ થારે ચૂડલે લખાવું હો લાખેણી લાડી!
અવળુ થારે ચૂડલે લખાવું હો લાખેણી લાડી!
લઈ ચાલું મારે દેશ.