ચૂંદડી ભાગ 2/68.તારે કારણે
68
[હે લાડી, તારા જીવનને કારણે તો મેં પિતાનો પ્રેમ તજ્યો. હવે ચાલ મારી બાગોમાં! મારી બાગમાં ચંપો, મરવો ને કેવડા જેવાં ફૂલ છે. પિયુ! તારા છોગલામાં તો કેવળ ગલનાં ફૂલ છે! તું બીજાં ફૂલોની જૂઠી વાતો કરે છે.]
મેં તો થારા જીવન વની! કારણિયે
મેં તો છોડ્યાં બાવાજીવાળાં હેત
હાલો ને વની વાગાંમેં
વાગાંમેં ચંપો ને મરવો કેવડો,
વાગાંમેં ચંપોલડીરા ફૂલ
હાલો ને વની વાગાં મેં!
ગલરે ફૂલ વનાજી થારા છોગામેં,
ગલરો ફૂલ ભમરજી થારા પેસામેં2
હાલો ને વની વાગાંમેં.