ચૂંદડી ભાગ 2/7.એ વર વરીએ!

7

કેસર તળાવડી અમીરસ પાણી
છૂટે અંબોડે દાતણ કરો રે કેસરિયા

હાલતાં ને ચાલતાં…વહુએ નીરખ્યા
દાદાજી! વરીએ તો એ વર વરીએ!

કડ્ય રે પાતળિયો મુખ રે શામળિયો
નાણાંનો બળિયો એ વર વરીએ!
ગરથે આગળિયો એ વર વરીએ!

કેસર તળાવડીમાં અમીરસ પાણી
છૂટે અંબોડે નાવણ કરો રે કેસરિયા!

હાલતાં ચાલતાં…વહુએ નીરખ્યા
કાકાજી વરીએ તો એ વર વરીએ!