ચૂંદડી ભાગ 2/70.પ્રેમની વાતો
70
[હે લાડી! હું તારે માટે શણગાર લાવ્યો છું. મુખેથી બોલ તો ખરી! હે લાડડા! કેમ કરીને હું બોલું? મારા મોંમાં તાંબુલની પટ્ટી છે.]
ચૂડલા લાયો રે વની
કે મુંઢે બોલ તો ખરી!
કે કી કર2 બોલું હો વના!
કે મુંઢે પાનરી બીડી!
કે મુંઢે પાનરી બીડી
કે હીરા લાલસું જડી.
કે હીરા લાલસું જડી
કે મૂઠી મો’રસું ભરી
કે મૂઠી મો’રસું ભરી
કે બાતાં પ્રેમસું કરી!3