ચૂંદડી ભાગ 2/72.વનજી વાગાં મેં


72

[આ શૃંગાર-ગીત છે. વર બાગમાં આવ્યો છે. રૂપિયા આપીને નવવધૂને રીઝવવાની ગ્રામ્ય રીતિની આ ગીતમાં નોંધ છે. નવવધૂને લગ્નની પહેલી રાતે ઘૂમટો છોડાવવા વગેરે માટે રૂપિયા આપીને મનાવવાની રીત પ્રચલિત હતી — બલ્કે છે.]

ચૂડલો પણ લાવજો વનાજી રાજ!
વનડી જોવે ચૂડલારી વાટ, વનજી વાગાંમેં.
ઓઢી પેરી ઊભાં સરાંથીએ વનાજી રાજ!
વનજી તાણે વનીરો હાથ, વનાજી વાગાંમેં.
હાથલડો મતી તાણજો વનાજી રાજ!
રૂપિયા માગું સાડી સાત, વનજી વાગાંમેં.
ચાર દેશાં સોનલાં2 વનાજી રાજ!
સાડા ત્રણરી કરો ઉધાર, વનજી વાગાંમેં.
ઉધાર બુધાર મેં નૈ કરાં, વનાજી રાજ!
પારકા જીવરો શો વશવાસ3 વનજી વાગાંમેં.