ચૂંદડી ભાગ 2/73.રંગના પ્યાલા
73.
[આ પણ શૃંગાર-ગીત : સીરવણ (મણિયારા)ની વાદળ જેટલી ઊંચી દુકાને ચૂડલા ઉતરાવી, એ ચૂડલા પહેરીને કન્યા ઓરડે ઘૂમતી પોતાના પતિને મદ્યના પ્યાલા પિવરાવે છે. મારવાડી રજપૂતોનો રિવાજ.]
ઊંચેલા વાદળિયા ને સીરવિયારે હાટે
ચૂડલા સીરાવત4 હાજર ઊભી બનલી.
ચૂડલા પેરીને વનલી ડેરે ડેરે ફરતી,
વનલી ડેરે ડેરે ફરતી,
કેસરિયાને ડોઢા પ્યાલા દેતી વનલી;
બાળુડાને રંગના પ્યાલા દેતી વનલી.
— ઊંચેલા.