ચૂંદડી ભાગ 2/75.હસીને બોલો!


75.

[હે પતિ! તમે ચૂડલા વગેરે ઘડાવીને લાવ્યા, પણ મારી સાથે હસીને બોલશો તો જ હું ચૂડલા હોંશે હોંશે પહેરીશ. જો વઢીને બોલશો તો આભૂષણ પાછાં આપીશ.]

વનજી! સીરવિયારે હાટે
ઊભા પ્યારા લાગો સરદાર!
વનજી! ચૂડલા સીરાવો
વની રે ડેરે5 આવો સરદાર!
વનજી! વાદળિયાં6 મેલાંમેં
બાળક વની ઊભાં સરદાર!
છોટી લાડી ઊભાં સરદાર!
વનજી! હસીને બોલો તો
ચૂડલા સારા ઝીલાં સરદાર!
વનજી! વેરાજી7 બોલો તો
ચૂડલા પાછા દેશાં સરદાર!