જગજીવનદાસ ભવાનીશંકર કાપડિયા

કાપડિયા જગજીવનદાસ ભવાનીશંકર : ‘પર્શિયન કલશ’ તથા ‘સુજ્ઞ કાકી’ (૧૮૯૩) એમની નવલકથાઓ છે. ‘વિલિયમ વૉલેસ’ તથા ‘હિદનાં મહારાણી અને તેમનું કુટુંબ’ ચરિત્રાત્મક પુસ્તકો છે. ‘વિક્રમોર્વશીય’ (૧૮૯૧), ‘ભતૃહરિ નીતિશતક’ (૧૮૯૪), ‘અભિજ્ઞાન શાકુંતલ’ (૧૮૯૬), ‘માલવિકાગ્નિમિત્ર’ (૧૮૯૬) વગેરે એમનાં અનુવાદનાં પુસ્તકો છે.