જનપદ/કોઈ કહેતાં કોઈ નહિ
રાત આખી
એમાં કોઈ નહિ
રૂમાં સળી ચંપાઈ
જવાળા
પંખી, વૃક્ષ, જન અને જનપદ છબીમાં બંધ
ખૂટ્યા આ પટ પરથી લીલોતરીના મુકામ.
પછી તો ચાલ્યા આભચાટતા ભડકા
મેંશના હાથમાં પરોવી હાથ.
ધૂમ ધીંગામાં સૂર્ય, નિહારિકા
અને બધાં મંડળ શોષાયાં.
રાત પહેરશે કાળા ડાબલા
અંધારું પીએ, આલિંગે, પેઢાટે, નહોરાટે, વલૂરે
રજેરજ.
રજને ઘેરી ફાડે ઉડાડે
ફંગોળે છેવટનાં દ્વારોમાં.
અંધ હિમાળી રાતમાં કોઈ કહેતાં કોઈ નહિ.