જીજીભાઈ ખરશેદજી કાપડિયા

કાપડિયા જીજીભાઈ ખરશેદજી : નવલકથાકાર, વાર્તાકાર. ‘પેટે બેડલુ પંચી’ (૧૮૮૫), ‘ખોદાઈ લાકડીનો અવાજ હોય કે?’ (૧૮૮૫), ‘બાઈસાહેબ એક અજાયબ ભરમ’ (૧૮૮૯), ‘પાકનાર યાહુદાન’ (૧૮૯૧), ‘એ તે બૈરી’ (૧૮૯૩), ‘હીરાની વીંટી’ (૧૮૯૩) વગેરે એમની નવલકથાઓ છે. ‘નિશાળિયો યાને બાલનસીહત’ (૧૯૦૧) તથા ‘પખવાડિક વાર્તાસંગ્રહ’ (૧૯૦૧)માં એમની વાર્તાઓ સંકલિત થઈ છે.