તારાપણાના શહેરમાં/જોઈએ


જોઈએ

શું એ આવવાના નથી? જોઈએ;
એ આવે તો એને પૂછી જોઈએ

પ્રથમ એમને ના કહી જોઈએ
પછી મનનું પણ સાંભળી જોઈએ

સુગંધ આટલામાં હશે તો ખરી
બગીચામાં થોડું ફરી જોઈએ

હવે ઓરડા પર ભરોસો નથી
કહો તો દીવા ઓલવી જોઈએ

હવે સ્પર્શનો કોઈ ચહેરો નથી
હવે એમને ઓળખી જોઈએ