તારાપણાના શહેરમાં/સવારે ખૂલશે દરવાજા


સવારે ખૂલશે દરવાજા

ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જાઈશ
કોઈ દિ’ તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ

નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં
હરણનાં શીંગડાંઓ તોડીને હું નીકળી જાઈશ

સમયંનો બાદશાહ ક્યારેક બિનવારસ મરી જાશે
સવારે ખૂલશે દરવાજા ને હું પહેલો મળી જાઈશ

પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે
કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જાઈશ