તારાપણાના શહેરમાં/સાચુકલો અવાજ


સાચુકલો અવાજ

કંઈ પણ થતું નથી હવે તારા વિચારમાં
સ્વપ્નોય આજકાલ મળે છે … સવારમાં

જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઈએ તે ઘર
એવું તે શું કે આખું જીવન જાય દ્વારમાં

શ્રદ્ધા તો ઠીક કોઈ અશ્રદ્ધા રહી નથી
આંખો કરું છું બંધ હવે અંધકારમાં

ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં

કંઈ પણ કરી શકાય છે તારા વિચારમાં
કંઈ પણ થતું નથી હવે તારા વિચારમાં