તારાપણાના શહેરમાં/સાવ અજાણ્યું લાગે


સાવ અજાણ્યું લાગે

ઘરમાં જાવું પડે ને સાવ અજાણ્યું લાગે
એક નિકટતા નડે… ને સાવ અજાણ્યું લાગે

શબ્દના કાચ પહેરીને તને જોતો હઉં
કાચમાં તડ પડે ને સાવ અજાણ્યું લાગે

શ્હેરમાં શોધતો હઉં કોઈ પરિચિત ચ્હેરો
સાવ અચાનક જડે ને સાવ અજાણ્યું લાગે

એક ઇશારાનો અરથ જાણતાં જીવન વીતે
આખરે આવડે ને સાવ અજાણ્યું લાગે