દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/કવિનું નિવેદન


કવિનું નિવેદન

છપય છંદ


ક્યાં મણી માણક મૂલ, મૂલ ક્યાં કોડી કેરું,
ક્યાં ગરુડ ગતિમાન, અને ક્યાં ધાન્ય ધનેરું;
ક્યાં તૂતીનો નાદ, નાદ ક્યાં નોબત કેરો,
ઝાકળ જળ શા માત્ર, જ્યાં ઘન ચડે ઘણેરો;
મતિમાન મહાન કવિ, કવિતા કરી નવી નવી,
એવા કવિયોની આગળે, કોણ માત્ર દલપત કવિ.